‘આપવું’
03 Sep 2010 9 Comments
in કાવ્ય Tags: આપવું, કાવ્ય, ગુજરાતી, ડૉ.ભરત મકવાણા-‘મિત્ર’
મારે થોડું અમથું આપવું,
મારે નથી ઈચ્છાકે માંગવું,
આટલુંક હાથેથી આપવું, હળવું છે ફૂલ શું.
મન આજે ઘેઘૂર વાદળ..,
જાણે વર્ષી ભીજ્યા પાદર,
રેલાઈ ગયું આપવું,જાણે શ્યાહી,ભીને કાગળ !
ભર્યા ઘેર પેટીને પટારા.,
છતાં લાગે બધાજ ઢઢારા
આપવું છે ઘણું બધું ,છતાં નથી ગણાય એવું.
તારે ભલે ના હોય જરૂર
મારું દિલ છે ખૂબ આતુર
દાબડીમાં યાદો,માનો તો ભરી, નહીંતો ખાલી!
ડૉ.ભરત મકવાણા-‘મિત્ર’
‘યાદ’ ખાસ કરીને કેટલીક જૂની અને હદયને ઝંકૃત કરી ગયેલી યાદ કે જેની કીમત કે માપ ભૌતિક રીતે ન હોવા છતાં આપણા માટે બહુમૂલ્ય હોયછે.અહીં આવીજ કોઈ ‘યાદ’ કોઈને યાદ અપાવવા નો પ્રયાસ થયેલ છે..






Sep 09, 2010 @ 09:31:40
ખુબ જ ર્હદયસ્પર્શી રચના છે…..
છે ઈચ્છા આપવાની તો ક્યાં કોઈ પ્રશ્નો છે…..
યાદોની ભરી દાબડી ને ભાવિના સ્વપ્નો છે…
જરૂર એને હોય ન હોય એ એને જ ખબર છે….
છે દરિયો તું ભરતી થકી ભીંજાતો એ કિનારો છે….
Sep 10, 2010 @ 14:07:26
sunder….. very very senti….. poem.
વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/
Sep 11, 2010 @ 05:03:03
ખુબ સરસ લખાય છે, સંવેદનની નિખાલસતા ધ્યાન ખેંચે છે.
આવો અને મને પણ મળો મારા બ્લોગ પર ડૉ. @
http://himanshupatel555.wordpress.com ( original poetry )
http://himanshu52.wordpress.com ( translations )
Sep 12, 2010 @ 14:46:21
શ્રી ભરતભાઈ,
ભર્યા ઘેર પેટીને પટારા.,
છતાં લાગે બધાજ ઢઢારા
આપવું છે ઘણુ બધું ,છતાં નથી ગણાય એવું.
તારે ભલે ના હોય જરૂર
મારું દિલ છે ખુબ આતુર
દાબડીમાં યાદો,માનો તો ભરી, નહીતો ખાલી!
ખરેખર ઘણીવાર આવું પણ જીવનમાં પ્રસ્નાગ આવતો હોય છે, કે સામું પાત્ર જ એવું હોય કે નક્કી નાં થઇ શકે કે શું આપવું ! કારણ તેની કોઈ જરૂરિયાત નથી અને આપનો ઉમળકો એવો છે કે કશુંક્ આપવું!
સરસ રચના !
અશોકકુમાર-’દાદીમાની પોટલી’
http://das.desais.net
Sep 14, 2010 @ 22:16:15
શ્રી અશોકભાઈ,
આભાર બ્લોગ પર આવી સરસ કોમેન્ટ બદલ.આપના બ્લોગ પર દુધી ના હલવા ની સોડમ લીધી! સુંદર અને ભાતીગળ બ્લોગ છે આપનો.
Sep 12, 2010 @ 15:34:41
ઇન્જેક્શન માં કવિતા ભરી ને મને આપી દો યાર તો હું પણ કવિતાઓ બનાવી શકું.
Sep 13, 2010 @ 23:10:17
શ્રી ભૂપેન્દ્રસિંહજી,
આપ કવિતા ખુબ સારી લખી શકો તેમ છોજ.
પણ લેખ નો મૂડ બગાડી ને ન લખતા, એ બાબત માં તમે અમારા આદર્શ છો!એટલા સરસ લેખ નો અમને મોહ છે!
Sep 16, 2010 @ 12:19:13
saras rachna..
Lata Hirani
Oct 06, 2010 @ 18:30:46
ભરતભાઈ..બધાં પાસે આવી યાદોની દાબડી હોય છે કોઈ ખોલીને બતાવી શકે અને કૉઇ છૂપાવી લે..સરસ કવિતા અને જરુર લખતા રહેશો અમને માણવી ગમે છે આવી કવિતા સુંદર કવિતા અને હા જ્તા જ્તા આભાર મારાં બ્લોગમાં પધારવા માટે..
સપના