સ્માર્ટ સેલ્સમેન…………..
14 Oct 2010 1 Comment
in જોક્સ
ચશ્માંની દુકાને પહોંચી ગ્રાહક ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચશ્માં બનાવવાનો ઓર્ડર આપેછે.
દુકાનદાર(સેલ્સમેન): સર સાતસો રૂપિયા થશે.
ગ્રાહક:ભલે ચાલશે.
દુકાનદાર: સર સાતસો રૂપિયા ફક્ત ફ્રેમના, કાંચ ના બસ્સો બીજા થશે.
ગ્રાહક:વાંધોનહીં ચાલશે.
દુકાનદાર: સર બસ્સો રૂપિયા ફક્ત એક કાંચ ના, બંને ના ચારસો બીજા થશે.
ગ્રાહક: થોડો વિચાર કરીને, ચાલશે. દુકાનદાર: સર મજુરી ના આમતો બસો થાય પણ આપણા સબંધ ના લીધે દોઢસોજ ગણીશ!
ગ્રાહક: થોડો ચમકીને જવાબ આપવામાં વાર કરેછે.
દુકાનદાર: સર ચશ્માંનું બોક્ષ્ તથા ઈમ્પોર્ટેડ ચશ્માં લૂછવાનું કપડું તદ્દન ફ્રી આપશુ! આપના ચશ્માંસ્પેશિઅલ હોવાથી અમદાવાદ બનાવવા મોકલશું, કુરિયર નો ચાર્જ સબંધ ના લીધે મારાથી નહિ લેવાય!
ગ્રાહક : ખુશ થઇ હા પાડેછે!
ડો. ભરત મકવાણા ‘મિત્ર’






Oct 21, 2010 @ 16:54:56
..પણ ગ્રાહક સ્માર્ટ હશે તો ફરી તે દૂકાને નહિ જાય