કોમ્પુટર રોમિયો

કોમ્પુટર રોમિયો

નેટ’ ના જબકારે ટપકી જ્યારે તમે કહ્યુ ‘હાય’ ,

‘બઝ’ ના લબકારે જવાબ માં અમેય કહ્યું ‘હાય’.

‘એજ’ ‘સેકસ’ પૂછીને વળગ્યા, બન્ને ગામ ગપાટે!

‘સ્માઇલી’ ના એક એક રૂપને વાપર્યા ખુબ ઝપાટે,

‘કટ-પેસ્ટ’ ના ઉપયોગે કરી વાતો પાર વગર ની,

‘ફોરવર્ડ’ કરી શાયરીઓ ઘણી વાંચ્યાપણ વગરની.

‘ચેટીંગ’ કેરા ચટાકે ચડી ભૂલ્યા ભાન દિનરાતના.

‘વાઈફાઈ’ વાપર્યા ફ્રીમાઁ નાખી લંઘર બ્રોડબેન્ડના .

‘પ્રોફાઇલમાં’ લગાવ્યો ફોટો અમે સૈફ અલીખાનનો,

વેબપેજમાં  લગાવ્યો આપે પણ ફોટો જીયા ખાનનો!

ફેશબૂકમાં બનાવ્યા આપણે મિત્રો ઘણા ભાતભાતના

વાચી બધી  ‘ઇ-મેઇલ’ આપની ધરી ધીરજ ખરી

બાકી બધી જ  ‘ઇ-મેઇલ’ વગર વાંચે ડીલેટ કરી

હદયની ‘મેમરી’ થઇ ફૂલ ને પરાકાષ્ટા થૈ પ્રેમની

‘લોગ-ઇન’ થૈ જાણ્યું, હતી મળવાની ઇચ્છા એમની

‘સીલેક્ટ’ કરી ‘સાઇટ’ આપની ને વેબ-કેમ ચાલુ હતો

‘હાઇડ’ કર્યો હતો જે ‘ફેઇસ’ આપનો ભુલથી થયો ફ્લેશ!

સાઈડ ફેસ જોયો જ્યાં આપનો મનમા અપાર થયો કલેશ,

અમારા હદય કેરી હાર્ડડિસ્ક પહેલા થઇ હેંગ ને પછી ક્રેશ!!

‘હેંગ’ થયું હદય મારું, ડીસ્કથી ‘ડિલેટ’ થયું પેજ તમારું

બઝ’  નો ઝબકાર ફરી થયો, મેસેંજર’ ઓન થયું અમારું

‘હાય’ કહી નવી સાઇટમાં ‘લોગ-ઇન’ થયુ હદય અમારું..!!!!!  

 

      ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. ISHQ PALANPURI
    સપ્ટેમ્બર 09, 2010 @ 11:54:32

    સરસ રચના !ડોકટર સાહેબ, તમારા બ્લોગ પર આવીને તો મોજ પડી ગઈ !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: