તબીબની વેદના!

માનવ છીએ જન્મથી,કર્મ સંજોગે તબીબ થયા,

યમછો, દેવ તમેતો  ,કર્મે દુશ્મન અમારા થયા!

સંઘર્ષ થાય રોજિંદો,આપ મિત્રન અમારા રહ્યા,

લાગણી કુણી અમારી,આપ સ્વભાવે કઠોર રહ્યા!

આપની હોય નક્કીજ જીત, લડીએ છતાંય અમે.

રોજીંદા લાવો નવીન રોગ, લડાવો કૈક દાવ તમે.

લડીએ સામે જોશથી ઘણા, મળેછે ક્યારેક જીત!

આનંદ ટકે નલામ્બો મારો.એજ તમારી છે રીત.

આક્રંદ ભારે વિધવા માંનું, પુત્રની નનામી પાસે,

પ્રચંડ હાસ્ય આપનું વિજયે, અમારું રોમરોમ કાંપે

મળેછે મૃત નવજાત શિશુ,ભોગવી પ્રસવ પીડા!

કહે છે મન હવે તો કોઈ, સંભાળો અમારી પીડા,

પ્રયત્ન કર્યા બનવા વૃજ, છતાંય થઈ ગ્યા  મૃદુ.

આંખ સામે ખોયા ઘણાય સ્નેહી ને વડીલો રુજુ,

એરણ પર હોય છે ખુબ, લાગણી અમારી રોજ,

છતાયે ક્હો છો બધા,છીએ હદયના બુંઠા અમોજ!

સાંભળ્યું કાને સતત દુઃખ,મળી છે મનને પીડા,

વેદના સહ્દેવથીયે વધુ ન સહેવાય એની પીડા.

અભિમન્યુ થઇ લડતા ઘણું,કદીક હારતા છેલ્લા કોઠે,

દર્દી માને ઈશ્વર તેથી, મુજ જીતવું તુજને નવ ગોઠે!

ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Bhupendrasinh Raol
  જૂન 25, 2010 @ 10:16:56

  ભરતભાઈ,
  ખરેખર એક તબીબ ની પીડા તો તબીબ જ જાણે.અમારા વાઈફ ની એક કીડની બગડેલી.તરત જ બે દિવસ માજ ઓપરેશન કરવાનું હતું.પહેલા કદી ખબર જ ના પડી.અમારા જનરલ સર્જન ડો.રાજેશ લીમ્બડે કહ્યું કે નડિયાદ મુળજીભાઈ માં લઇ જવા હોય તો લઇ જાવ.પણ ટેબલ પર પહેલા ત્રીસ હજાર જોઈએ ૧૯૯૩ ની વાત છે.અમારી પાસે એટલા પૈસા હતા નહિ.મેં કહ્યું સાહેબ એટલા તો મારી પાસે પૈસા નથી આપ ના કરી શકો?એમણે કહ્યું કરીશ.એ સહૃદયી તબીબે મારા વાઈફ ને બચાવી લીધા.અમે એમને ભગવાન માનતા.એમનું નજીવું બીલ પણ અમે ટુકડે ટુકડે ચૂકવેલું.”દર્દી માને ઈશ્વર તેથી, મુજ જીતવું તુજને નવ ગોઠે!”

  જવાબ આપો

 2. Suresh Lalan
  જૂન 29, 2010 @ 16:33:37

  અભિમન્યુ થઇ લડતા ઘણું,કદીક હારતા છેલ્લા કોઠે,

  દર્દી માને ઈશ્વર તેથી, મુજ જીતવું તુજને નવ ગોઠે!

  સરસ શેર.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: