‘બેસ્ટ કપલ ઓફ ધી ઈયર’ વિજેતા ‘શ્રીમતીજી’ નો ઈંટરવ્યુ!!

પત્રકાર- અભિનંદન!!આટલા વર્ષો ના લગ્ન જીવન મા કોઈ તકરાર ન થવાનું કારણ …

શ્રીમતીજી – લગ્ન બાદ અમોએ નક્કી કરેલ કે નાની નાની વાતોનો નિર્ણય મારે લેવો અને મોટી મોટી વાતો નો નિર્ણય તેઓએ લેવો,
તેમાં એક બીજાએ દખલગીરી નકરવી.

પત્રકાર-સરસ, પરંતુ કોઈ ઉદાહરણ આપશો?

શ્રીમતી:મોટી મોટી વાત જેવી કે ….અમેરિકાએ હિરોસીમાં પર નાખેલ અણુબોમ્બ યોગ્ય હતો
કે નહી. ? નક્સલવાદીઓ સામે હવાઈ
હુમલો કરવો કે નહી ?સરકારે ખાંડ, કપાસ ની નિકાસ પર્ પ્રતિબંધ મુકવો કે નહી? તેવી
મહત્વની વાતમાં તેઓ જે કહે તેનો હું ક્યારેય વિરોધ જ નથી કરતી ….

પત્રકાર :સરસ..તો પછી નાની-નાની વાત શું કેહવાય?

શ્રીમતી:-ઘરમાં નવું ટીવી,કાર,ફ્રીઝ લાવવું
કે નહી ?કઈ બ્રાન્ડ નું લાવવું,ઘરેણાં નવા લેવા કે નહી ?વેકેશનમા પ્રવાસ ક્યાં
જવું ?વિગરે નાની નાની બાબતોના નિર્ણય હું જ કરું છુ ,તેમાં તેઓની દખલગીરી ચલાવવી
જ નથી..

પત્રકાર –સરસ પછી તો તકરાર
ક્યાંથી થાય.

મેં સાંભળ્યું છે કે તમે તેઓને
ને એ …જી ….અહી આવશો તેમ કહીને જાહેરમાં બોલાવો છો .ખરેખર ખુબ માન આપોછો!!

શ્રીમતી:-હકીકત મા એવું છે ને કે બધાની વચ્ચે એમને ‘અબ્બે…..ગદ્ધે અહી આવશો?’  એવું થોડું કેહવાય? માટે ટુંકમાં એ ..જી અહી આવશો?…  તેમ કહેવાનું નક્કી કરેલ છે!

પત્રકાર –થોડા ગુસ્સામાં હો છો ત્યારે…. GU””>‘K.G. SIR અથવા K.D. SIR અહી આવશો? તેવું કહોછો..

શ્રીમતી-મારા સાસરે નાનપણ મા તેમને કાળીઓ લચાક અથવા  કાળીઓ ડીબાંગ કહેતા હતા …હવે આ ઉમરે તેમને હું તે નામે બોલવું
તે પસંદ નથી માટે શોર્ટ મા બોલવું છું…..

પત્રકાર પણ તમે થોડા રોમેનટીક મુડમાં તમે  ઉલ્લુ કે પટ્ઠે કહો છો તે તો
સારું ના કેહવાય.

શ્રીમતી-જોવોને તેમને દિવસે ક્યારેય મારામાં કોઈ સરપ લાગણી નથી.રાત્રે કોણ જાણે બહુ
સારું સારું દેખાય છે હવે તેને ઉલ્લુ (ઘુવડ )જ કહેવા કે નહી, આતો વખાણ થયા..

પત્રકાર- ઉગ્ર અવાજે કોઈ તકરાર ન થવાનું કારણ ..

શ્રીમતી– અમોએ નક્કી કરેલ છે કે મને ગુસ્સો આવેતો
મારે જે કહેવું હોય તે પાંચવાર કહેવાનું, જે તેમણે ફરજીયાત સાંભળવાનું. તેમને ગુસ્સો
આવેતો તેમણે જે કહેવું હોય તે દસ વાર મનમાં બોલવાનું પછી હું ત્યાં હાજર હોઉં અને મારી
સાંભળવાની ઈચ્છા હોયતો તેમણે બોલવાનું!!!

પત્રકાર-???

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Bhupendrasinh Raol
  જૂન 23, 2010 @ 03:39:23

  આ બેસ્ટ કપલ છે કોણ?નામ તો આપો?

  જવાબ આપો

 2. PARESH
  ઓગસ્ટ 13, 2010 @ 10:32:26

  વાહ ! હાસ્યની છોળો ઉછાળતી રચના !
  આને બેસ્ટ કોમેડી કપલ કહેવાય !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: