પર્વત…

કોની રાહે ઉભો અડગ, હજારો વર્ષો થી તું?

જોવા એક દિન આવીને, ઉભો તુજ સ્કંધ હું.

તુજ અધરનેચૂમવા આવતી,ક્યાંથી હવા અધીરી?

આવેગે પ્રચંડ અથડાઈ વ્રુક્ષે, મદ મહી વેરતી.

જીવંત વૃક્ષ આ લાગણીને, દે પડઘો પ્રેમથી…

ને નીતરે સરગમ કેરી,સુરાવલી આ પ્રેમથી..!

હજારો વૃક્ષની દરેક ડાળ,બની સિતારના તાર,

વાંસ કેરી અનેક વાંસળી ના,ગુંજે લય અપાર..!

જંકૃત થયા મુજ મન કેરા,સપના સઘળા આજ,

પ્રગટ્યો મુંજ રૂંવે રૂંવે અગમ્ય,સૂર કેરો ઉન્માદ!

સમજાયું મુજ ને આજ, તુજ અડ્ગતાનું રહસ્ય,

માણે પળપળ પ્રકૃતિને તુ, જીવનભર તાદ્રશ્ય..!

જીવવા પ્રભુ મળે આમ,મજા મરજીની રોજ…,

આમજ, તુજ સ્કંધે બેસી,માંણુ સહીયારી મોજ!!

ડો. ભરત મકવાણા -‘મિત્ર

[પ્રસ્તાવના ; સાત આઠ કલાકના હીમાલયની ગીરીમાળા ના ટ્રેકિંગ બાદકોઈ એક પર્વત ની ટોચ પર પહોચી,તેના શિખરે પગ લટકાવી બેઠા હોઈએ ત્યારે થતા ભાવ……]

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. વિશ્વદીપ બારડ
  જૂન 16, 2010 @ 19:30:57

  જીવવા પ્રભુ મળે આમ,મજા મરજીની રોજ…,

  આમજ, તુજ સ્કંધે બેસી,માંણુ સહીયારી મોજ!!
  sundar abhvyakti..
  very nice blog.

  જવાબ આપો

 2. S.S Rathod
  જૂન 21, 2010 @ 15:20:44

  સરસ બ્લોગ,મને કવિતા-ગઝલમાં વધારે ગત નથી પડતી. 😆 છતા સમજણ પડતી કવિતાઓમાં અભિપ્રાયો મળતા રહેશે.

  જવાબ આપો

  • ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
   જૂન 21, 2010 @ 19:43:51

   આપની નિખાલસ કોમેન્ટ ખુબ ગમી.
   આમતો મારે પણ આ ગઝલ-કવિતા જોડે બનતું નથી.પણ મેં જેને દિલ આપ્યું છે તે આમાં ખડ્ડુસ છે.
   હવે તમેજ કહો વહેવારે પણ મારે તો લખવું જ પડેને? ભાઈ ઈમ્પ્રેસન નો સવાલ છે!

   જવાબ આપો

 3. sapana
  જૂન 22, 2010 @ 14:40:41

  ઘણી સરસ કવિતા!!પર્વ્તની ઊંચાઈની વાત સરળતાથી કહી!હા આભાર ભરતભાઈ મારા બ્લોગમા પધારવા માટૅ..આવતા રહેશો.
  સપના

  જવાબ આપો

 4. hema patel.
  જુલાઈ 15, 2010 @ 18:03:30

  પ્રકૃતિની સુન્દર્તામાંથી સંગીતના સુર રેલાય છે.

  ( હજારો વૃક્ષની દરેક ડાળ, બની સિતારના તાર,
  વાંસ કેરી અનેક વાંસળીના ગુન્જે લય અપાર.)

  ખરેખર ઘણીજ સરસ રચના છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: