દીકરી મારી……,

દીકરી મારી,

જાણે ઘેઘુર વડલો!

મોં જયારે તારું હોય ભારમાં!


બધાય નખરા,

થોડાં લટકા ઝટકા,

તે લીધાં ખુદ તુજ મા તણા!


રહ્યુંતું બાકી,

ભર્યો ભડકે બળતો,

તે ગુસ્સો મુજ ખુદ નો લીધો!


રાઈનો દાણો,

પાછો વટનો કટકો,

છે મારુ-તારુ પ્રતિબિંબ સહિયારું!

ડૉ.ભરત મકવાણા, ‘મિત્ર’


7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )
  ઓગસ્ટ 09, 2010 @ 14:12:35

  રાઈનો દાણો,

  પાછો વટનો કટકો,

  છે મારુ-તારુ પ્રતિબિંબ સહિયારું!

  nice…. very nice…..

  જવાબ આપો

 2. pramath
  ઓગસ્ટ 11, 2010 @ 10:10:17

  તમે દીકરીના બાપ હોવાનો અનુભવ કરાવી દીધો.
  સુંદર રચના!

  જવાબ આપો

 3. pravina
  ઓગસ્ટ 12, 2010 @ 19:14:32

  રાઈનો દાણો,

  પાછો વટનો———-
  You really explain What ‘Dikri’ is. Very well said aboout “Dikri” in
  poem.

  જવાબ આપો

 4. mysarjan
  ઓગસ્ટ 31, 2010 @ 16:32:36

  છે મારુ-તારુ પ્રતિબિંબ સહિયારું!….આપણે આપણા બાળક માં આપણું પ્રાતિબિંબ જોઇ શકીયે છીએ… સાવ સાચી વાત કરી .. સુન્દર રચના..
  મારા બ્લોગ માં પણ દિકરી , દિકરી નિ વિદાય વિષે મેં લખ્યું છે….
  my blogs-Http:// mysarjan.wordpress.com
  http:// abhigamweblog.wordpress.com

  જવાબ આપો

 5. Bhupendrasinh Raol
  સપ્ટેમ્બર 12, 2010 @ 15:46:10

  મારે દીકરી નથી,છતાં એક મિત્રે કહ્યું કે દીકરી વિષે લખો.શું લખું?છતાં લખ્યું.હું તો રડ્યો,વાચનારા પણ રડ્યા.તમારે રડવું છે?તો આ રહી લીંક http://brsinh.wordpress.com/2010/06/01/

  જવાબ આપો

  • ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
   સપ્ટેમ્બર 13, 2010 @ 23:07:09

   શ્રી ભૂપેન્દ્રસિંહજી,
   આપને દીકરી નથી એવું ક્યા રહ્યું? આટલી લાગણી અને બંધન મળ્યું છે તે નશીબ ની વાત છે.હવે વાત રહી રડવાની, તો મારી દીકરી શ્રુતિ એ પપ્પ્પા ને રડતા જોયા નથી,અને પપ્પા રડે જ નહી તેમ માનેછે. માટે મારે રડાશે નહી!કરુણ ફિલ્મ માં શ્રુતિ અને તેની મમ્મી ખુબ રડે, મારીસામે શ્રુતિ ત્રાંસી આંખે જુવે પણ મારે ન રડવાનું યાદ રાખવું પડે!
   આપણું દીકરી પરનું લખાણ બેસ્ટ છે!

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: