13 ઓગસ્ટ 2010 11 ટિપ્પણીઓ
by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ in લેખ
આનન્દ એક એવુ અત્તર છે જેને જેટલા વધુ લોકો પર છાટો તેટલી વધુ સુગન્ધ તમારી અન્દરથી આવશે.......
parbat desai પર પ્રભુજી દિશે…., | |
parbat desai પર કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછ… | |
Gujaratilexicon Web પર ગુજરાતી ગઝલમાં લાશનું તરવું |… | |
K.J.T. પર મારી પહેલી છંદ્સ રચના…. | |
K.J.T. પર જમ્મુ-કાશ્મીરના અનેક પ્રશ્નો વ… | |
K.J.T. પર જમ્મુ-કાશ્મીરના અનેક પ્રશ્નો વ… | |
pramath પર ‘ધ સન્ડે ઇન્ડિયન’… | |
Harshad Prajapati પર કોલેજ ની સ્ટુડન્ટ્સ જોવીછ… | |
• » નટખટ સોહમ રાવલ «… પર મજબુત ગુજરાતી……… | |
• » નટખટ સોહમ રાવલ «… પર દારૂ ન પીવે તે ગધેડો કહેવ… | |
kumar પર ‘કૈલાસદાદા’ | |
MANHAR MODY પર ‘કૈલાસદાદા’ | |
chandravadan પર ‘હું’ | |
mehul પર ‘કૈલાસદાદા’ | |
chandravadan પર દારૂ ન પીવે તે ગધેડો કહેવ… |
ઓગસ્ટ 14, 2010 @ 20:43:15
ભરતભાઈ સરસ જાણકારી જાણવા મળી . જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ એ રાજકારણીઓની ફેવરીટ ગેમ છે . જ્યાં સુધી લોકો જાગૃત નહિ થાય ત્યાં સુધી આ ગેમ ચાલુ જ રહેવાની . હવે ફરીવાર સરદાર પટેલ જેવા મજબુત નેતાની જરૂર વર્તાય છે .
http://rupen007.feedcluster.com/
ઓગસ્ટ 15, 2010 @ 00:51:50
મિત્ર,
બહુ સરસ લેખ મુક્યો છે.નેતાઓ એ એમના સ્વાર્થ જોયા અને દેશ ને કાયમી હુતાશન માં ધકેલી દીધો.ઉપરના નકશા માં જે લીલા રંગનો ભારત નો પ્રદેશ દેખાય છે તે મારું માનવું છે ભારત ના હાથ માં નથી.આઝાદ કાશ્મીર તરીકે પાક ના હાથ માં છે કે સ્વતંત્ર?જરા એ વિષે પુરક માહિતી મળે તો ઘણું સારું.
ઓગસ્ટ 16, 2010 @ 23:30:48
આભાર ભુપેન્દ્રસિંહજી,
હકીકતમાં મને આ કલમ વિષે ખાસ જ્ઞાન ન હતું પરંતુ આપના પાંસેથી મળેલ પ્રેરણા પરથી જે વિષય માં મને ખબર નહોતી પડતી તેવા વિષય ઊંડાણમાં વાંચી-મિત્રો સાથે વહેંચવાનું શરુ કર્યું છે. આ વિષય પણ રેફરન્સીસ વાંચીને લેખ તૈયાર કરેલ છે. નકશામાં દર્શાવેલ પ્રદેશ વિવાદાસ્પદ કાશ્મીર લાગેછે.( આ નકશો ‘શંખનાદ’ ના એડિટર દ્વારા ઉમેરાયેલો છે.હું તપાસ કરી ફરી લખીશ)
ઓગસ્ટ 15, 2010 @ 13:02:01
ડૉ.ભરતભાઈ,
ખરેખર તો મને જમ્મુ-કશ્મિર મુદ્દા વિશે વધૂ માહિતી ન’હોતી.તમે A to Z ખૂબ જ સરસ માહિતી આપી છે.આખો આર્ટિકલ વાંચ્યા બાદ મારા મતે કલમ ૩૭૦ રદ થવી જોઈએ.સૈન્યનું મનોબળ તોડી નાખતી આ કલમ હોય તો ,આ કલમની તરફેણ ક્યાંરેય ન કરી શકાય.
ઓગસ્ટ 16, 2010 @ 23:24:11
આભાર રજનીભાઈ,
હકીકતમાં મને આ કલમ વિષે ખાસ જ્ઞાન ન હતું પરંતુ રેફરન્સીસ વાંચીને લેખ તૈયાર કરેલ છે. અત્યારે પણ મનમોહન સરકાર કાશ્મીર ને વધુ સ્વયતા આપવાની વાત કરેછે!
ઓગસ્ટ 16, 2010 @ 19:24:33
ભરતભાઈ સરસ જાણકારી જાણવા મળી . જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ એ રાજકારણીઓની ફેવરીટ ગેમ છે . જ્યાં સુધી લોકો જાગૃત નહિ થાય ત્યાં સુધી આ ગેમ ચાલુ જ રહેવાની . હવે ફરીવાર સરદાર પટેલ જેવા મજબુત નેતાની જરૂર વર્તાય છે .
ઓગસ્ટ 16, 2010 @ 23:21:02
આભાર રુપેણભાઈ,
ખરખર લોકોની જાગૃતિની જરૂર છે.
સપ્ટેમ્બર 01, 2010 @ 13:47:11
૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.
જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.
એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.
એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’
પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.
આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”
સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.
હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં ૮૦ટ્કાની બહુમતીની સામે ૧૨ટકાની લધુમતી ભારે પડે છે.
હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં મહિલાના કાયદાઓ મહિલાની જાતિને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે.
નહેરુના પાપે દેશની જનતાને કાશ્મીરના કારણે આવતો બોજો ભોગવવો પડે છે.
દેશની મહેનતકશ જનતાની પસિનાની કમાણીમાંથી આપણે રૂપિયા ૮૭૫/-એક કાશ્મીરીના માથાદીઠ ચુકવીયે છીયે.
૩૭૦ની કલમ હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીક માટે તમાચા રૂપ છે.અને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે
આપને બધાને જાણીને નવાઇ લાગશે કે જમ્મુ-કાશ્મીરના નાગરીકોને અલગ નાગરીકતાનો દરજ્જો પણ હાંસિલ છે.કાશ્મીરને સ્ટેટ સિટિઝનશીપ પણ નહેરુના પાપે મળી છે.એ જ રીતે દેશના તમામ રાજયો માટે હિંદુસ્તાનનો તિરંગો રાષ્ટ્રધ્વજ છે,જ્યારે કાશ્મીરનો પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે જે આપણા તિંરગાની સાથે લહેરાવવામાં આવે છે,જે હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીકોના ગાલે કારમી લપડાક છે.છેલ્લા થોડા વર્ષોથી હિંદના લશ્કરની મદદ વિના કાશ્મીરમાં આપણૉ તિરંગો પણ લહેરાવી શકતા નથી..રહી મુદાની વાત કાશ્મીરનો એક પણ મુસ્લિમ બચ્ચો “જયહિંદ” બોલતો નથી કે આપણૂ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાતો નથી.જે માણસ હિંદુસ્તાનની જનતાની પસીનાની કમાણીમાંથી રૂપિયા ૮૭૫/-ચુકવાય છે..
એક આશીકમિજાજી અને હાથમાં ગુલાબ લઇને ફરનારા શાયરદિલ ઇન્સાનની નાસમજ અને નાદાનિયતની કિંમત આજે આમ હિંદુસ્તાની નાગરીક ચુકવી રહ્યો છે.
આજે બાળાસાહેબ અને રાજ ઠાકરે દ્વારા ચાલતી મરાઠી મુહિમનો વિરોધ કરવાં કોંગેશ સહિત બધા રાજકિય પક્ષો લાગી પડ્યા છે.ગાઇ વગાડીને કહે છે કે મુંબઇ દેશના દરેક નાગરીકો માટે છે.
પણ..જમ્મુ-કાશ્મીર માટે વાત જુદી પડે છે.કાશ્મીરમાં દેશના કોઇ બીજા રાજયનો માણસ નોકરીની અરજી સુધ્ધા કરી શકતો નથી,કારણકે કાશ્મીરમાં બીનકાશ્મીરી સિવાય કોઇને અરજી કરવાનો હક્ક જ નથી.
૩૭૦ની કલમની બીજી એવી અનેક જોગવાઇઓ છે જે દેશના સાચા નાગરીકો માટે કુઠરાઘાત સમાન છે.
જો કોઇ કાશ્મીરી કન્યા અન્ય હિંદુસ્તાની સાથે લગ્ન કરે તો ક્ન્યા તેની બાપીકી મિલકત્તમાંથી આપોઆપ બે-દખલ થઇ જાય છે.પરંતુ જો આ જ કાશ્મીરી કન્યા કોઇ પાકિસ્તાની નાગરીક સાથે શાદી કરે તો પાકિસ્તાની પુરુષને આપોઆપ હિંદુસ્તાનનું નાગરીકત્વ મળી જાય છે.
એ જ રીતે જો કોઇ કાશ્મીરીને દેશમાં કોઇ પણ રાજ્યમાં મિલકત ખરીદવી હોય તો ખરીદી શકે છે,પણ દેશના કોઇ પણ રાજયનો માણસ કાશ્મીરમાં મિલકત ખરીદ કરી શકતો નથી.
એ જ રીતે દેશના તમામ રાજયોનું બંધારણ એક જ છે,પણ કાશ્મીરનું બંધારણ પોતાનું જુદુ છે.રહી મહત્વની વાત..કાશ્મીરમાં જે કોઇ વ્યકિત ગવર્નર તરીકે જાય છે,એ વ્યકિત કાશ્મીરની વિધાનસભાની ચુંટણીમાં મત આપી શકતો નથી.
આવી જ એક આઘાતજનક એક વાત છે..હિંદુસ્તાનની સંસદ જે કાયદાઓ બનાવે તે આખા દેશને લાગુ પડે છે પરંતુ કાશ્મીર આ કાયદાઓ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે રાજયની વિધાનસભા આ કાયદાઓને મંજુરી આપે.
હવે હિંદુસ્તાનના દેશપ્રેમી નાગરીકો આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે.જો હવે આપણે નહી જાગીયે તો સરકાર છાનેખુણે કાશ્મીરને ક્યારે પાકીસ્તાનને હવાલે કરી દેશે એ ખબર પણ નહીં પડે.
નહેરુની ગુસ્તાખીની સજા આપણે નિર્દોષ હિંદુસ્તાની નાગરીકો ક્યાં સુધી સહન કરીશું..?
સમય છે સાથે મળીને દેશના સાચા અને દેશપ્રેમી નાગરીકોએ ભેગા મળીને એકસુરમાં આ
આપણા ગાલ ઉપર લપડાક સમી ૩૭૦ની કલમનો વિરોધ કરવાનો..
જયહિંદ
નરેશ કે. ડૉડીયા
સપ્ટેમ્બર 01, 2010 @ 14:11:28
નરેશભાઈ,
આભાર, ખુબ સુંદર લેખને અનુકુળ તથા પૂરક માહિતી.
આપનો સમૃધ બ્લોગ ગમ્યો!એક રસપ્રદ નવલિકા જેવો છે.
સપ્ટેમ્બર 09, 2012 @ 23:04:24
સરદાર પટેલ તો ભારતના રત્ન જ નહિ પરંતુ ભારતના પ્રથમ સંતાન હતા કે જેમણે ભારતને એક દેશ તરીકેનું અસ્તિત્વ અપાવ્યું.એ જો વડા પ્રધાન હોત તો કાશ્મિર પ્રશ્ન ના હોત અને દુનિયાનું સ્વર્ગ ભારતમાં હોત.અને તિબેટ પણ ભારતમાં હોત તેમજ સરહદો અને આ દેશ સંપૂર્ણ સુરક્ષિત હોત.(નેહરુએ જે કાશ્મિર ભારતનું હોવા છતાંય (કાશ્મિરના રાજાએ આખું કાશ્મિર ભારતનું છે એવી સંધિ કરાર કર્યા છે એના દસ્તાવેજો પણ મોજુદ છે) યુદ્ધવિરામને અંતે વિવાદિત પ્રદેશ જાહેર કરીને તેનો ઉકેલ યુનો પર છોડીને આખા ભારતનું ભવિષ્ય અંધકારમાં નાખી દીધું.કાયદેસર કોઇ વડાપ્રધાન આવું સ્વતંત્ર રીતે અને કેબિનેટમાં નિર્ણય માટે પ્રસ્તાવ મૂક્યા વિના જાહેર ના કરી શકે તેમ છતાં કાયદો હાથમાં લઇને તેમણે આમ કર્યુ) .જો પટેલ ભારતના વડાપ્રધાન હોત તો ભારત પાકિસ્તાનના ભાગલા પણ ધર્મ પ્રમાણે થાત અને કોમવાદનો સળગતો પ્રશ્ન પણ ના હોત અને કોમી રાજકારણ ના હોત.દેશને એક કૂશળ વડાપ્રધાન મળવાથી ચીન જેવા દેશો ભારત પર બૂરી નજરથી જોઇ પણ ના શકત અને તિબેટ આપણું હોત અને સરહદો પણ સુરક્ષિત હોત અને ભારત આજે જાપાન અને સિંગાપુર જેવું વિકસિત હોત.કદાચ મેરા ભારત સબસે મહાનની કલ્પના સો ટકા સાચી બનત.પરંતુ હજુ પણ ભગવાનને પ્રાર્થના કે ભારતને સરદાર પટેલ જેવા જ વડાપ્રધાનો મળે અને ભારત કાયમ માટે સંપૂર્ણ સુરક્ષિત અને નંબર 1 બને.જય હિન્દ.
સપ્ટેમ્બર 09, 2012 @ 23:42:42
ભારત દેશના એક નાગરીક તરીકે તમામ દેશવાસીઓએ એક થઇને દેશના માથાં સમાન કાશ્મિર કે જે ભારતનું અભિન્ન અંગ છે તેને ખરેખર ભારતમાં ભેળવી સંપૂર્ણ કાશ્મિર ભારતનું બને તેવી સૈન્ય કાર્યવાહી માટે સરકાર પર ભારે દબાણ લાવવું જોઇએ.આ માટે UNO ને કાશ્મિરના રાજાએ આપેલ સંધિ કરારના documents બતાવવા જોઇએ અને કશાયની પરવા કર્યા વિના સૈન્ય કાર્યવાહિ થવી જરૂરી છે.દેશના આત્મગૌરવ માટે,દેશની અખંડિતતા માટે અને દેશની સુરક્ષા માટે.આ માટે પાકિસ્તાન કે ચીનથી ડરવાની જરૂર નથી,કારણ કે આ તો ભારતનો આંતરિક મામલો છે..પ્રભુને પ્રાર્થના કે સાચા અર્થમાં કાશ્મિર ભારતનું અભિન્ન અંગ બને અને સરહદો તેમજ સમગ્ર દેશ સંપૂર્ણ સુરક્ષિત,વિકસિત અને શ્રેષ્ઠ બને.જય હિન્દ