પ્રભુજી દિશે….,

પ્રભુજી દિશે બેઠકે સામી.,
તનમાં અને મનમાં ખામી,

.     .નબળી કાયા ડગમગે શ્વાસ
.     .દુબળી આંખે ટમટમે આશ,

દિલની આશે મન કેરે ટેકે..,
પહોંચ્યાં મુજ પાસ તારે ટેકે

.     .પ્રભુજી દિશે બેઠકે સામી.

દીપતી કેવી આંખની દીવી,
દિલમાં જાણે પ્રગટે પ્રીતિ..,

.     .ઓસડીયે જો ખેવના ભરી,
.     .કુદરત થકી ચેતના નવી,

દુઃખથી ભર્યા તેના તનમાં,
ભરીદે આશ તેના મનમાં.,.

.     .પ્રભુજી દિશે બેઠકે સામી.

દિલની મારી અટારી ખુલે,
શ્રધાથી ભરી લહેરી ઝૂલે,

.     .નિર્જીવ મુર્તી પૂજવા કાજે,
.     .મંદિર જવા મનના માને,

આંખે ભર્યા હેતના આંસુ,
જયારે ઠર્યું અંતર તારું.,

.     .પ્રભુજી દિશે બેઠકે સામી!

ડૉ.ભરત મકવાણા ‘મિત્ર’’

તબીબ ના વ્યવસાયમાં સતત નજર સામે રહેતા માંદા,નબળા,ક્યારેક ગંદા દરદી મા ભગવાન નો વાસ છે અને ભગવાન સ્વયમ સામે આ રૂપમાં આવ્યાછે તે ભાવ હોયછે ત્યારેજ દરદી ની સાચ્ચી સારવાર શક્ય બનેછે!

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. laaganee
  ઓગસ્ટ 29, 2010 @ 11:34:43

  ખુબ જ ર્હદયસ્પર્શી રચના છે…..
  તારા બેનુર ચહેરા પર શ્રધ્ધાની રેખાઓ જોઈ છે….
  તું માને ખુદા મને ને મેં તારામાં ખુદાઈ જોઈ છે…..!!!!!

  જવાબ આપો

 2. Bhupendrasinh Raol
  સપ્ટેમ્બર 12, 2010 @ 15:29:53

  ભાઈ “મિત્ર”
  માનવ માં આપને ભગવાન દેખાય છે,
  મને દેખાય ભગવાન આપમાં.
  લાગણી નાં મિત્ર અને મિત્ર ની લાગણી,
  મને તો બંને માં ભગવાન દેખાય છે.
  મારી વાઈફ ની એક કીડની હાઈડ્રોનેફ્રોસીસ થી ફેઈલ થઇ ગયેલી.પ્રખ્યાત મુળજીભાઈ હોસ્પિટલ નડિયાદ લઇ જવાના પૈસા મારી પાસે નહોતા.જનરલ સર્જન ડો.રાજેશ લીંબડ જેમણે નિદાન કરેલું,એમણે મારા માટે ભગવાન બની ને ઓપરેશન કરી નજીવા ખર્ચે મારા વાઈફ ને સાજા કર્યા.માતા પછી બીજે ભગવાન મને આવા સહૃદયી ડોક્ટર માં દેખાય છે.વર્ષો સુધી મારી પાસે થી વીઝીટીંગ ફી પણ નથી લીધી અને મારા અમેરિકા નિવાસ દરમ્યાન વિસા ના મળવાથી બરોડા રહી ગયેલા મારા મોટા દીકરા ધ્રુવરાજ સિંહ ને પણ કીડની સ્ટોન ની બીમારી માં એમણે સાચવ્યો હતો.

  જવાબ આપો

 3. parbat desai
  મે 29, 2014 @ 21:46:16

  sir aaj na yug ma dr. bhagvan che

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: