ટ્રેનમાં એક ગુજરાતી એક પંજાબી મુસાફરી કરતાં હોયછે.ગુજરાતી એક ભારે બેગ ઊંચકીને છાજલી પર મુકવા પ્રયત્ન કરતો હોયછે. બેગ ભારે હોવાથી ઊંચકાતી નથીપંજાબી એક હાથે બેગ છાજલી પર મુકી આપે છે. પછી બોલેછે:,
‘દૂધ લસ્સી પીવો,
મટન મચ્છી ખાઓ,
અરે દાળભાત ખાને વાલે,
મેરે જૈસે મસલ બનાઓ!!’
કહી ગુજરાતી ને પોતાના હાથના મસલ (બાઈસેપ્સ) બતાવે છે.ગુજરાતી બંધ બારી ખોલવા જાયછે પણ ખુલતી નથી.
પંજાબી એક હાથે બારી ખોલી નાખેછે પાછો ફરી બોલેછે:,
‘દૂધ લસ્સી પીવો,
મટન મચ્છી ખાઓ,
અરે દાળભાત ખાને વાલે,
મેરે જૈસે મસલ બનાઓ!!’
કહી ગુજરાતી ને પોતાના હાથના મસલ (બાઈસેપ્સ) બતાવે છે.ગુજરાતી ગમ ખાઈ જાયછે.
ગુજરાતી ઉભો થઇ ઇમરજન્સી સાંકળ ખેંચવા ખાલી ખાલી પ્રયત્ન કરેછે, પછી કહેછે આપણાથી ન ખેચી શકાય બહુ કડક છે!
પંજાબી એક હાથે ઇમરજન્સી સાંકળ ખેંચી નાખેછે.
ટ્રેન ઉભી રહેછે.
ટી. સી. આવેછે.
ઇમરજન્સી કોણે સાંકળ ખેંચી? પંજાબીએ હાથના મસલ બતાવી કહ્યું, ‘મૈને ખીચી!’
ટી. સી. પંજાબી ને પકડી લઇ જાયછે.
ગુજરાતી બારીમાંથી પંજાબીને કહેછે:,
દાળભાત ખાઓ,
બ્રેન મેં બુદ્ધી લાઓ,
ઓં મટન મચ્છી, લસ્સી ખાને વાલે!
કહી ગુજરાતી ને પોતાના માથે હાથ મૂકી મગજ બતાવ્યું!!!
ઓગસ્ટ 10, 2011 @ 12:05:04
ગુજરાતીઓની તો વાત જ કાંઇક નિરાળી છે હો… 🙂