પૃથ્વીરાજ બાપુ વારંવાર દારૂ પીને ઘરના તથા પડોશના લોકો ને હેરાન કરતાં.
તબિયત વધુ બગડે ત્યારે દવાખાને દાખલ કરતા.
ગિરનારથી આવેલા સાધુએ બંધાણી પૃથ્વીરાજ બાપુ ને બોધ આપવા એક પ્રયોગ કર્યો!,
સાધુ પૃથ્વીરાજ બાપુ ના ઘેર ગયા.
બાપુને બહાર બોલાવ્યા.
એક ગધેડાની સામે એક બાલટી માં પાણી ભર્યું ને એક બાલટી માં દારૂ ભર્યો.
ગધેડાએ પાણી પીધું, દારૂ ના પીધો!
સાધુએ બાપુ ની સામે જોઈ પૂછ્યું, ‘શું શીખ્યા બાપુ?’
બાપુએ આંખ ઝીણી કરી સાધુની આસપાસ ઉભેલા લોકો સામે જોઈ કહ્યું, ‘ગધેડાઓ આટલું નથી સમજતા! જે દારૂ ન પીવે તે ગધેડો કહેવાય!’ આટલું બોલી બાપુ દારૂની બાલટી ઉપાડી ઘરમાં લઇ ગયા!!!
આપના કિંમતી અભિપ્રાયો……