આવ્યું એક દિન કહેણ અમને, કવિ સમીતી માં,
માંગ્યું મુજ પાસ વચન રહેવા, કવિ કમીટી માં,
માંગી મુજ પાસ સલાહ કવિ ચયન કમીટી એ,
કેમ કરી આજ વિસ્તરે કવિ જગત આસમાને,
થઇ રહ્યો આજ યુવાન નીરસ રચવા કવિતાને,
કેમ કરી અમો સિંચીએ ઉત્સાહ રચવા કવિતાને,
બાંધ છોડ ઘણી કરશું વિસ્તારવા કવિ જગતને.
નક્કી થશે ખાસ ઉમદા શબ્દો રચવા કવિતાને,
હોવા જોશે શબ્દો થોડા તેમાંથી રચવા કવિતાને,
નહી હોય કશાયે નિયમો,બંધનો રચવા કવિતાને,
વર્ષે દાડે રચશે પાંચેક કવિતા,કહેવાશે કવિરાજ,
પાસ ફ્રીના હશે ફરવા રેલ,બસ ને હવાઈના ખાસ ,
પાંચ ફીની હશે એન્ટ્રી ,સલુન પાર્લર માં જવા કાજ,
હશે ખાસું મોટું પેન્સન અઠાવન ઉમર ની આસપાસ!
જાડા કલીફ્રેમના ચશ્માં બદલે હસે કોન્ટેક લેન્સ ,
બ્યુટી ક્વીનના માનદ પદથી થશે સંમેલન ટેન્સ ,
સિક્ષ્ પેક સેલિબ્રિટી મહેમાને સભામાં કહીસુ થેન્ક્સ,
લકસ,ગાર્નિયર ને બનાવી સ્પોન્સરર્ લેશું મોટું સેલ!
લારા,ઋત્વિક ને બનાવશું બ્રાન્ડ એમ્બેડેસર હોશે હોશે,
ફેશન પરેડ ને કેટવોક હશે કવિ સંમેલનનો ની સાથે,
ગવાશે કવિતા ફિલ્મોમાં, સંગીત ને અદાકાર સંગાથે,
વધશે માંનને મોભો,કવિનો, રાયટર ભાઈઓ સંગાથે.
સુચનો મુજ સાંભળી થયા બે હોશ કવિ બે ચાર ,
ચોકડી મૂકી મુજ નામ પર્ કર્યા સંપૂર્ણ બહિસ્કાર!!
ડૉ. ભરત મકવાણા, ‘મિત્ર’
આપના કિંમતી અભિપ્રાયો……