‘આપવું’

મારે થોડું અમથું આપવું,

મારે નથી ઈચ્છાકે માંગવું,

આટલુંક હાથેથી આપવું, હળવું છે ફૂલ શું.

મન આજે ઘેઘૂર વાદળ..,

જાણે વર્ષી ભીજ્યા પાદર,

રેલાઈ ગયું આપવું,જાણે શ્યાહી,ભીને કાગળ !

ભર્યા ઘેર પેટીને પટારા.,

છતાં લાગે બધાજ ઢઢારા

આપવું છે ઘણું બધું ,છતાં નથી ગણાય એવું.

તારે ભલે ના હોય જરૂર

મારું દિલ છે ખૂબ આતુર

દાબડીમાં યાદો,માનો તો ભરી, નહીંતો ખાલી!

ડૉ.ભરત મકવાણા-‘મિત્ર’

‘યાદ’ ખાસ કરીને  કેટલીક જૂની અને હદયને ઝંકૃત કરી ગયેલી યાદ કે જેની કીમત કે માપ  ભૌતિક રીતે ન હોવા છતાં આપણા માટે બહુમૂલ્ય હોયછે.
અહીં આવીજ કોઈ ‘યાદ’ કોઈને યાદ અપાવવા નો પ્રયાસ થયેલ છે..

‘યાદ’ ખાસ કરીને  કેટલીક જૂની અને હદયને ઝંકૃત કરી ગયેલી યાદ કે જેની કીમત કે માપ  ભૌતિક રીતે ન હોવા છતાં આપણા માટે બહુમૂલ્ય હોયછે.અહીં આવીજ કોઈ ‘યાદ’ કોઈને યાદ અપાવવા નો પ્રયાસ થયેલ છે..

Previous Older Entries