પ્રભુજી દિશે….,

પ્રભુજી દિશે બેઠકે સામી.,
તનમાં અને મનમાં ખામી,

.     .નબળી કાયા ડગમગે શ્વાસ
.     .દુબળી આંખે ટમટમે આશ,

દિલની આશે મન કેરે ટેકે..,
પહોંચ્યાં મુજ પાસ તારે ટેકે

.     .પ્રભુજી દિશે બેઠકે સામી.

દીપતી કેવી આંખની દીવી,
દિલમાં જાણે પ્રગટે પ્રીતિ..,

.     .ઓસડીયે જો ખેવના ભરી,
.     .કુદરત થકી ચેતના નવી,

દુઃખથી ભર્યા તેના તનમાં,
ભરીદે આશ તેના મનમાં.,.

.     .પ્રભુજી દિશે બેઠકે સામી.

દિલની મારી અટારી ખુલે,
શ્રધાથી ભરી લહેરી ઝૂલે,

.     .નિર્જીવ મુર્તી પૂજવા કાજે,
.     .મંદિર જવા મનના માને,

આંખે ભર્યા હેતના આંસુ,
જયારે ઠર્યું અંતર તારું.,

.     .પ્રભુજી દિશે બેઠકે સામી!

ડૉ.ભરત મકવાણા ‘મિત્ર’’

તબીબ ના વ્યવસાયમાં સતત નજર સામે રહેતા માંદા,નબળા,ક્યારેક ગંદા દરદી મા ભગવાન નો વાસ છે અને ભગવાન સ્વયમ સામે આ રૂપમાં આવ્યાછે તે ભાવ હોયછે ત્યારેજ દરદી ની સાચ્ચી સારવાર શક્ય બનેછે!