વહી જાયછે!

લખવા કલમ હાથ માં લેવાય છે,

ને શબ્દોના સમૂહ બની જાય છે..,

તોફાની બારકસોનો જાણે ઝમેલો.

દેખાય કાગળ પર જીવંત હો જાણે,

ધીરેથી મરકતા,ને ચહેરો નમેલો,

ઝુકાવી પલકો જાણે કંઈક ક્હોછો,

સરકી જાવ પળમાં કલમ તળેથી.

પડે છે મનમાં ધ્રાસ્કો ન મળેથી,

માણવાની મજા જે આવીજાયછે

અજાણે લખવું ક્યાંક વહી જાયછે!

ભરત મકવાણા ‘મિત્ર’

1 ટીકા (+add yours?)

  1. hema patel.
    જુલાઈ 15, 2010 @ 18:10:33

    અજાણે લખવુ ક્યાંક વહી જાય છે.
    બહુજ સુન્દર રચના.

    જવાબ આપો

Leave a reply to hema patel. જવાબ રદ કરો